હરણાવ , કોસંબી અને ભીમાક્ષી ના ત્રિવેણી સંગમે વસેલુ ખેડબ્રહ્મા જેને બ્રહ્મા ની ખેડ અને બ્રહ્મક્ષેત્ર તરીકે ઓળખવામા આવે છે , બ્રહ્મક્ષેત્ર તરીકે ઓળખાતો આ પ્રદેશ જેને સતયુગ સાથે જોડવમા આવે છે , 'પુરાતન બ્રહ્મક્ષેત્ર' પુસ્તક ના લેખક સ્વ. ગણપતી શાસ્ત્રી નુ જણાવ્યા અનુસાર બ્રહ્મા ની નગરી એવી ખેડબ્રહ્મા ની સ્થપના સતયુગ મા બ્રહ્મા ધ્વારા થયા હોવાનુ માનવામા આવે છે , યમપુરાણ માં ઉલ્લેખ મુજબ સતયુગ મા આ નગર 'બ્રહ્મપુર' ત્રેતાયુગ મા 'અગ્નિખેડ' દ્રાપર 'હિુરણ્યપુર ' કળિયુગ મા 'તુલખેડ' નામે ઓળખાતુ , ઈ.સ. ઈ.સ.પુર્વે ૧૦૦૦ વષૅ ના ગળામા ઈડર ગાદી ગાદીએ અનેક રાજાઓ થઇ ગયા , તેની અસરો બ્રહ્મક્ષેત્ર પર થતી રઈ હતી.
ખેડબ્રહ્મા પ્રદેશ માથી ઐતિહાસિક ૮૫ વસાહતો ,૭૫૫ પાષાણ ઓજારો અને ૧૬ સામાધીઓ સહીત પાષાણ ના અવશેષો શોધી ડૉ .ભગાવન દાસ પટેલે ૭૦,૦૦૦ વષૅ સુધી પુરાણી પ્રાગ ઐતિહાસિક સંસ્ક્રુતિ પર પ્રકાશ પાડયો છે.
ખેડબ્રહ્મા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે.ખેડબ્રહ્મા આતાલુકાનું મુખ્ય મથક છે
1. નામકરણ : એવી માન્યતા છે કે બ્રહ્મા એ અહી ખેડાણ કર્યું હતું જેમાંથી હાલની હરણાવ નદી પ્રગટ થઇ હતી.
2. ઇતિહાસ: પદ્મપુરાણ મુજબ આ સ્થાન સતયુગમાં બ્રહ્મપુર, ત્રેતાયુગમાં અગ્નિખેત, દ્વાપરયુગમાં હિરણ્યપુર અને કળિયુગમાં તાલુખેત તરીકે ઓળખાતું હતું. પુરાતન બ્રહ્મક્ષેત્ર મુજબ અહી દિગંબર જૈન મંદિરો હોવાનો ઉલ્લેખ મળે છે. અહી આવેલ બ્રહ્મા અને અંબિકાનું મંદિર ૧૧મી સદી આસપાસ બંધાયેલ હોવાનું જણાય છે જયારે અદિતિ વાવ ૧૪મી સદી માં બંધાયેલ છે.
3. ભૂગોળ : અહી હિરણાક્ષિ, ભીમાક્ષી અને કોસાંબી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ આવેલ છે જે આગળ જઈને હરણાવ નદી બને છે. આગળ જતા હરણાવ નદી સાબરમતીમાં મળે છે. આ નદી નગરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચે છે.
4. જનસંખ્યા : ૨૦૧૦ની વસ્તી ગણતરી મુજબ ખેડબ્રહ્માની વસ્તી ૨૯,૪૦૨ હતી જે પૈકી ૫૨% પુરુષો અને ૪૮% સ્ત્રીઓ હતી. સાક્ષારતા નું પ્રમાણ ૬૭% હતું જે પૈકી ૭૩% પુરુષો અને ૫૬% સ્ત્રીઓ શિક્ષિત હતી. ૧૩% વસ્તીની વય ૬ વર્ષથી ઓછી છે. ખેડબ્રહ્મા તાલુકામાં આદિવાસી વસ્તી મોટા પ્રમાણમાં છે.
5. નગરવહીવટ : ખેડબ્રહ્મા એ નગરપાલિકા અને તાલુકામથક છે. નગરપાલિકામાં ૯ વિભાગો અને ૨૭ બેઠકો છે. તે પૈકીની ૧૫ બેઠકો આરક્ષિત અને ૧૨ બેઠકો બિનઅનામત છે. ખેડબ્રહ્મા, સાબરકાંઠા અને બનાસકાંઠાનાઆદિજાતિના પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે.
6. અગત્યના સ્થળો
બ્રહ્માનું મંદિર અને અદિતિ વાવ
૧૨મી સદીમાં બંધાયેલું બ્રહ્માનું મંદિર પુષ્કર પછી બીજા ક્રમનું ગણાય છે. બ્રહ્માના મંદિરો ભારતમાં ભાગ્યેજ જોવા મળે છે. તે સંભવિતપણે ૧૧મી સદીના ઉત્તરાર્ધ માં બંધાયેલ પણ હોઈ શકે છે.અહીં આવેલી બ્રહ્માની વાવ માં મંદિરોની જેમ કોતરણી કરવામાં આવેલ છે. તેમાં મૂર્તિઓ અને બીજી અનેક કલાત્મક નમૂનાઓ પણ કોતરેલ છે. આ વાવ જાળવણીનાં અભાવે નિરાશાજનક પરિસ્થિતિમાં છે. ૧૪મી સદીમાં બંધાયેલી આ વાવ ભૂતકાળમાં અદિતિ વાવ તરીકે જાણીતી હતી. વિક્રમ સંવત ૧૨૫૬ની એક તકતી પણ અહી છે.
અંબિકા મંદિર
અંબિકા માતાનું આ મંદિર ૧૧મી સદી આસપાસ બંધાયેલ છે. દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ભાદરવી પૂનમ નિમિતે મેળા દરમિયાન ઘણાં યાત્રીઓ અહીં આવે છે. તેને નાના અંબાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્તિકી પૂનમ વખતે પણ અહી મેળોભરાય છે. અહીં પોષ પુનમના મેળાનું મહત્વ છે કારણકે તે દિવસે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
અન્ય
અહીં લોકકથાઓ અને પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ ભૃગુઋષિ આશ્રમ અને શિવાલય આવેલું છે. એક દંતકથા અનુસાર, બ્રહ્માના પુત્ર ભૃગુઋષિએ અહીં શિવને પ્રસન્ન કરવા અહીં તપસ્યા કરી હતી.નદીકિનારે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, ક્ષીરજામ્બા મહાલક્ષ્મી મંદિર અને પાક્ષેન્દ્રનાથ(પંખેશ્વર) મહાદેવનું મંદિર પ્રાચીન મનાય છે. નગરની ઉત્તરે આવેલ મહાવીર સ્વામીનું જૈન મંદિર ૫૦૦ વર્ષ જુનું છે.
No comments:
Post a Comment