TEACHERS TRAINING


;J" lX1FF VlEIFG lDXG4 ;FAZSF\9F


bI.Aar.sI.qeDb/hma



ix9k sevakalIn talImno Aheval




શિક્ષણની ગુણત્તા અભિવૃઘ્ઘિ માટે શિક્ષક સેવાકાલીન તાલીમ અનિવાર્ય છે.સર્વ શિક્ષા અભિયાન અંતગર્ત વર્ષ ૨૦૧૩-૧૪ માટે ૫ (પાંચ) દિવસની બ્લોક કક્ષાની તાલીમ અને ૫ (પાંચ) દિવસની સી.આર.સી કક્ષાની તાલીમ યોજવાનું નકકી થયેલ છે.જે અંતગર્ત ખેડબ્રહમા તાલુકામાં પ્રજ્ઞા શિક્ષકો સિવાયના શિક્ષકશ્રીઓની તાલીમ તારીખ ૫ જુનથી ૮ જુન દરમ્યાન યોજાઇ ગઇ જેનો વિગત વાર અહેવાલ નીચે પ્રમાણે છે.
                સૌપ્રથમ શિક્ષક સેવાકાલીન તાલીમના આયોજન માટે ઓફીસ ઇન્ચાર્જ ટીચર્સ ટ્રેનિંગ શ્રી શૈલેષભાઇ વ્યાસ દ્રારા તા- 01/ 05/૨૦૧૩ ના રોજ એસ.એસ.એ કચેરી હિંમતનગર ખાતે આયોજન બેઠક રાખવામાં આવી. જેમાં બ્લોક કક્ષાની તાલીમ તાલુકા મથકે રાખવી  તથા એક કેમ્પર્સમાં ૨૦૦ થી વઘુ નહિ તેવી રીતે વિષયવાર- ઘોરણવાર આયોજન કરવા સુચના આ૫વામાં આવી.
                જે અંતગર્ત તા- 03 / 05 /૨૦૧૩ ના રોજ બી.આર.સી. ભવન ખેડબ્રહમા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, સી.આર.સી. કો-આર્ડિનેટર શ્રીઓ અને કેળવણી નિરીક્ષકશ્રીઓની સંયુકત બેઠક બોલાવી તાલીમનું આયોજન તથા ખર્ચ અંગે ચર્ચા કરવામાં આવી. જે પ્રમાણે ઘોરણ-૧/૨ ના 288 શિક્ષકો  વર્ગ શિક્ષકોની તાલીમ ચાં૫લપુર (વ) પ્રાથમિક શાળા ખાતે ૬ વર્ગો યોજવાનું નકકી કરવામાં આવ્યું. જયારે ઘોરણ-૩/૪ ના 330  શિક્ષકો માટે સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે ૭ વર્ગોમાં યોજવાનું નકકી કરવામાં આવ્યું. ઘોરણ-૫ ના 263 શિક્ષકો માટે તાલુકા શાળાનં-૧ માં ૫ વર્ગો યોજવાનું નકકી કરવમાં આવ્યું. ઘોરણ ૬ થી ૮ ના તમામ વિષયના કુલ 429  શિક્ષકો માટે કે.ટી. હાઇસ્કુલની ૫સંદગી કરવમાં આવી. જયાં ૧૦ વર્ગો નકકી કરવામાં આવ્યાં. જેમાં ભાષાના 4 વર્ગો, સામાજિક વિજ્ઞાનના 3 વર્ગો અને ગણિત વિજ્ઞાનના 3 વર્ગો નકકી કરવામાં આવ્યાં.
                તારીખ-૦૩ -૦૪ જુન ૨૦૧૩ ના રોજ તમામ વર્ગોમાં એટલે કે   ૨૮ વર્ગોમાં બી.આર.સી. ખેડબ્રહમા દ્રારા એલ.સી.ડી. મુકી બાયસેગ પ્રસારણની કનેકટીંવીટી કરવામાં આવી. ત્યારબાદ તમામ વર્ગ ખંડોમાં પંખાની વ્યવસ્થા તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી.
                તારીખ-૦૫ જુન ૨૦૧૩ ના રોજ સમય ૫ત્રક પ્રમાણે તમામ વર્ગોમાં તાલીમ ચાલુ કરવામાં આવી. જેમાં ઓનલાઇન અને ઓફ લાઇન તાલીમ  આ૫વામાં આવી. એસ.ટી.પી. વિષય અંતગર્ત શિક્ષકોએ સારો રસ દાખવ્યો સ્ટેટ મોનિટરીંગ ટીમ વતી શ્રી ૫ટેલ સાહેબ તા.કે.નિ. મહેસાણાએ મુલાકાત લીઘી. તથા ડાયટ લાઇઝનશ્રી ઓઝા સાહેબે મુલાકાત લીઘી.
                તારીખ-૦૬ જુન ૨૦૧૩ ના રોજ ૭-૦૦ કલાકે તાલીમની શરૂઆત કરવામાં આવી જેમાં ૯-૦૦ કલાકે  માનનીય મુખ્ય મંત્રીશ્રીએ તમામ શિક્ષક મિત્રોને પ્રેરક પ્રવચન પુરૂ પાડયું. આજ ના દિવસે  એસ.સી.ઇ. વિષે શિક્ષકોએ વઘુ રસ દાખવ્યો.
                તારીખ-૦૭ જુન ૨૦૧૩ ના રોજ ઓ.આઇ.સી. ટી.ટી. સાબરકાંઠા ઘ્વારા મુલાકાત લેવામાં આવી. આજના દિવસે ઇનોવેશન ઇન એજયુકેશન વિષયમાં શિક્ષક મિત્રોએ વઘુ ઉત્સાહ દાખવ્યો.
                તારીખ-૦૮ જુન ૨૦૧૩ ના રોજ માનનીય નિયામક શ્રી ,માનનીય સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રીએ શિક્ષક મિત્રોને પ્રેરક ઉદબોઘન કર્યું તથા હિસાબી અને નાણાકીય કામગીરી માટે સ્ટેટ કક્ષાએથી ઉત્તમ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. અંતિમ દિવસે શિક્ષક મિત્રોને ટી.એ. ડી.એ ફોર્મ ભરવા આપ્યાં. તથા સદર રકમ આર.ટી.જી.એસ. થી ચુકવવા નકકી કરવામાં આવેલ છે.


                સદર તાલીમના ચાર દિવસ શિક્ષક મિત્રો માટે સાદા ભોજનની વ્યવસ્થા કરવમાં આવેલ હતી. તથા સર્વે શિક્ષક મિત્રોએ ૧૨-૩૦ કલાક પછી જ ભોજન લીઘુ હતું. બ્લોક કક્ષાની તાલીમ તાલુકા મથકે થાય તેવું સર્વે શિક્ષક મિત્રોએ આવકાર્યું પરંતુ ટી.એ. ડી.એ. માટે ફેર વિચારણા થાય તેવું સુચન શિક્ષકો વતી ખેડબ્રહમા પ્રાથમિક શિક્ષણસંઘના પ્રમુખશ્રીએ કર્યુ. સમગ્ર તાલીમને અસરકારક બનાવવા માટે જે સી.આર.સી. મિત્રોએ જહેમત ઉઠાવી છે.તે અને પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખશ્રી માલજીભાઇ દેસાઇ , મંત્રીશ્રી સુરેશભાઇ પટેલ, કે.નિ.શ્રી મનહરભાઇ પટેલ અને ડી.ડી. વણકર સર્વેનો બી.આર.સી. ખેડબ્રહમા વતી હું બી.આર.સી. કો-આર્ડિનેટરશ્રી પી.બી. જોષી હદય પુર્વક આભાર માનું છું.  













No comments:

Post a Comment