STD-8 SOCIALSCIENCE







             અજ્ઞાતવાસ સમયે પાંડવો અર્બુદાચલ પર્વતમાં રોકાયા હતા. આ સમયે ભીમને એક યુવતી ગમી જાય છે. ભીમ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવે છે. યુવતી લગ્ન માટે શરત મુકે છે. શરત મુજબ એક જ રાતમાં નખથી તળાવ ખોદવાનું કામ ભીમ ચાલુ કરે છે.સવાર થતા પહેલા તળાવ પૂરું થવા આવે છે.આ ખબર યુવતીને પડતો માયાવી યુવતી કુકડો બની કુકડે કુ...કુકડે કુ..કુકડે કુ... કરે છે. ભીમ સવારનો પહોર્ થઇ ગયો તેમ સમજી યુવતી પાસે જાય છે. યુવતીને કહે છે મારાથી તળાવનો એક ખાંચો ખોદવાનો રહી ગયો છે.તેથી હું શરત હારી ગયો છું.થોડીવારમાં ફરીથી કુકડે કુ..કુકડે કુ.. અવાજ ના અવાજ સંભળાય છે અને સવાર થવાનો સંદેશો મળે છે.તેથી ભીમને યુવતી પર શંકા જાય છે.આ માયાવી યુવતીનું રહસ્ય ભીમ જાણી જતા યુવતી અને તેની સાથેની બીજી યુવતીઓ પોતાનો જીવ બચાવવા ભાગવા લાગે છે.ગુસ્સે ભરાયેલો ભીમ ભાલો લઇ તેમની પાછળ દોડે છે.ઘણી માયાવી યુવતીઓને મારી નાખે છે. બચેલી ત્રણ યુવતીઓ પોશીના પાસેના જંગલોમાં આવી જાય છે. ભીમ શોધતો શોધતો તેમની પાછળ આવી જાય છે.દુરથી ત્રણ યુવતી દેખાતા  છુટ્ટો ભાલો મારે છે. આ યુવતીઓ અદ્રશ્ય થઇ જાય છે. ભીમ ઘણી શોધખોળ કરે છે.ગભરાયેલી યુવતીઓ સોનગઢ પાસેના ડુંગર પર વનવાસીઓના આશ્રયે જાયછે.બીજી બાજુ ભીમને યુવતીઓ ન મળતા  પાછો ચાલ્યો જાય છે.આ યુવતીઓ ભીમથી બચવા અહી જ રોકાઈ જાય છે.વનવાસીઓ સાથે રહે છે.વનવાસીઓમાં તે લોકપ્રિય બને છે.થોડાક વર્ષો પછી આ યુવતીઓ અદ્રશ્ય થઇ જાય છે.તેમના ચાલ્યા ગયા પછી વનવાસીઓએ યુવતીઓની મૂર્તિઓ બનાવી સ્થાનક બનાવ્યુ હતુ.આ મૂર્તિઓને દેવીના સ્વરૂપમાં પૂજા અર્ચના કરવા લાગ્યા. ભીમે જે જગ્યાએ ભાલો મારેલો અને ભાલા દ્વારા ખાડો પડેલો ત્યાં મેળો ભરવાની શરૂ થઇ.ડુંગરી આદિવાસીભીલોની સંસ્કૃતિ મુજબ પરંપરાગત પોષાક માં પોશીના પટ્ટાના લોકો સોનગઢી માતાના દર્શન કરી ભીમ ભાલના સ્થળે એકઠા થાય છે.આ મેળો ચિત્ર સુદ આઠમના દિવસે આંબામહુડા આશ્રમશાળા સામે અને કાળીદેવી પ્રાથમિક શાળાના પાછળના ભાગમાં યોજાય છે.વનવાસીઓ મેળામાં આવી ધન્યતા અનુભવે છે.




http://journeyofindianhistory.blogspot.in/2009/08/chanakya-first-architect-of-modern.html




1 comment: