CORNER ACTIVITY


   
SSA-RTE-LOGOસર્વ શિક્ષા અભિયાન –સાબરકાંઠા
બ્લોક રિસોર્સ પર્સન-ટીચર્સ ટ્રેનિંગ
બ્લોક રિસોર્સ પર્સન- ટીચર્સ ટ્રેનિંગ જોબચાર્ટ અને કામગીરી
જોબચાર્ટ :-
૧.શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે નવીન અભિગમો શાળામાં અમલ મુકવા અને માર્ગદર્શન આપવું.
૨.પોતાના વિષયના રીસોર્સ પર્સન તરીકે શાળા મુલાકાત દરમ્યાન શિક્ષકોને માર્ગદર્શન આપવું અને વર્ગખંડ સબંધિત અસરકારક શિક્ષણ માટે મદદ કરવી.
૩.સ્થાનિક પર્યાવરણ આધારિત પ્રવૃતિઓ.પ્રવિધિ અને પદ્ધતિઓનો વિનિયોગ કરવા અને તેને વિકસાવવા માર્ગદર્શક,મોટીવેશન, એનાલીસીસેર,ડેટા કલેકટર તરીકે કામ કરવું અને નૂતન અભિગમો અમલમાં મુકવા અને મુકાવવા.
૪.વિવિધ પ્રકારના સાહિત્યનું નિર્માણ કરવું ,તાલીમ આપવી અને પોતના બ્લોકમાં બાળકોના પર્યાવરણ આધારિત શિક્ષણની ગુણવત્તા અભિવૃદ્ધિ માટે સજ્જ થવું .
૫.દર માસના ૧૫ દિવસ શાળાની મુલાકત લેવી અને શાળામાં ગાઈડ,મોટીવેટર,ડેટા કલેકટેટર,એનાલીસીસેર,રોસોર્સર તરીકે ભૂમિકા ભજવવી.
૬.કઠિન મુદ્દાઓનું સરળીકરણ અને માર્ગદર્શન-શિક્ષણના નુતન પ્રવાહોનું અમલીકરણ શાળા કક્ષાએ.
            ઉપરોક્ત જોબચાર્ટ આધારિત સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાએ કાર્યરત પ્રજ્ઞા,ભાષા,ગણિત-વિજ્ઞાન,અગ્રેજી,સામાજિક વિજ્ઞાન વિષયના-૫ બ્લોક રિસોર્સ પર્સન ટીચર્સ ટ્રેનિગ અન્વવ્યે વર્ષ ૨૦૧૧ થી વર્ષ – ૨૦૧૭-૧૮ સુધી વિષયના માર્ગદર્શન,શાળાકક્ષાએ હેન્ડ હોલ્ડીંગ,મોટીવેટર,ફેસીલેટર,રિસોર્સ ,ટ્રેનિંગ ટ્રેનર્સ,ગાઈડ તરીકે કામગીરી કરે છે.
પ્રવર્તમાન સમયમાં નીચે મુજબની કામગીરી સાથે તેઓં પોતાની ભૂમિકા મુજબ કાર્યરત છે.
૧.એસ.એસ.એ; ડાયટ,તાલુકા કક્ષાની વિવિધ તાલીમોમાં રિસોર્સ પર્સન તરીકે.
૨.વિવિધ પ્રકારના તાલીમ સાહિત્યનું  લેખન કાર્ય  અને નિર્માણ માટેની કામગીરી
૩.તાલુકા અને જીલ્લા અને રાજ્ય  કક્ષાએ યોજાતી તાલીમ,કાર્યક્રમ,વર્કશોપ,સેમીનાર,મેળાઓ વગેરેમાં તેમનાકૈશલ્યોનો ઉપયોગ જરૂર જણાય ત્યાં કામગીરી માટે.
૪.શાળાની જરૂરિયાતોની પૂર્તિ માટે ફેસીલેટર તરીકે અને દાતાઓના સંપર્ક દ્વારા મદદ કરવાની કામગીરી.
૫.કન્યા કેળવણી મહોત્સવ,આધારકાર્ડ કામગીરી,વિવિધ માહિતીનું સંકલન,રમતોત્સવ,ખેલમહકૂંભ,કલા ઉત્સવ,કલાકૂંભ,સ્વચ્છતા અભિયાન,વિજ્ઞાન મેળા,ઈક્કોકલબ પ્રવુતિ,બેંક એકાઉન્ટ-પોસ્ટના ખાતા ખીલવાની કામગીરીમાં મદદ,યુ-ડાયસ,આર.ટી.આઈ. પ્રચાર-પ્રસાર સી.આર.સી.કો.ઓં.ની ચાર્જ મુજબની કામગીરી કરે છે.
૬.શાળામાં વર્ગખંડ અવલોકન ,શાળા અવલોકન કરી શાળાની ખુબીઓં અને ખમિઅઓને જાણી સમજી તેને જરૂરી માર્ગદર્શન આપે છે.
૭.લોકલ રીસોર્સ મુજબનું સહિત્યનું નિર્માણ અને વર્ગખંડમાં વિનિયોગ .
૮.વાલી સંપર્ક અને એસ.એમ.સી.સભ્યોની મુલાકાત લઇ શિક્ષણ જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર.
૯.સોસીયલ મીડિયાના માધ્યમ વડે શાળા કક્ષાએ થતા નાવીન્યપૂર્ણ પ્રયોગો અને પ્રવૃંતિઓનું આદાન-પ્રદાન અને સોસિયલ ઓંડીટ થાય તેવી કામગીરી.
૧૦.સમર કેમ્પ,વાલીસંપર્ક.એન.જી.ઓં.નો સહયોગ.દાતાઓનો સહયોગ મેળવવા શાળાને મદદ કરવી.
૧૧.જ્ઞાનકૂંજ પ્રોજેક્ટ .કમ્પ્યુટર એડેડ લર્નિંગ,ઈ-શિક્ષક વેબ સાઈટ,પ્રજ્ઞા અભિગમ,ગુણોત્સવ,સંકલિત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય,બાલા પ્રોજેક્ટ ,એન.એ.એસ.શિક્ષણ સમધિત સાહિત્યનુ નિર્માણ ,પ્રચાર –પ્રસાર ના માધ્યમો તેમની સ્કીલનો ઉપયોગ.
                              
આ ઉપરાંત તાલુકા,જીલ્લા અને રાજ્ય કક્ષાએથી થતા આદેશો અનુસારની કામગીરી ,અમલીકરણ માટે તેમને કામગીરી આપવામાં આવેલ છે.











SSA-RTE-LOGO          સર્વ શિક્ષા અભિયાન –સાબરકાંઠા
             બ્લોક રિસોર્સ પર્સન-ટીચર્સ ટ્રેનિંગ
વાર્ષિક કામગીરી   અહેવાલ અનુક્રમણિકા
         ક્રમ   
      વિગત
વિભાગ

    વાર્ષિક કામગીરી રિવ્યું અહેવાલ પત્રક

    નાવીન્યપૂર્ણ પ્રયોગ

સામાજિક વિજ્ઞાન ક્લબ

     ૪    
   સને :૨૦૧૭-૨૦૧૮ માં કરેલ કામગીરીની ટૂંકમાં વિગત
    ફોટો ગેલરી

    પ્રેસનોટ













સમાજ અને શાળાનો ભાવાત્મક  સેતુ  કેળવવા અનોખી રીતે નાનાબાવળ ક્લસ્ટરની કંડા ખેરોજ પ્રા.શાળામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી ............
    નાનાબાવળ સી.આર.સીની કંડા પ્રા.શાળામાં વાલીઓં અને સમાજને શાળા સુધી લાવી ભાવાત્મક તાદાત્મ્ય કેળવવા વિશેષ રીતે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી .આ પર્વમાં શ્રી અનિલભાઈ એ.જાની મેં.ટ્રસ્ટી,શ્લોક ફાઉન્ડેશન-ગોતા,શ્રી.કંદર્પ એન.જોશી બી.આર.પી.,સામાજિક વિજ્ઞાન એસ.એમ.સી. અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળા પરિવારની ઉપસ્થિતિમાં સ્વચ્છ બાળ સ્પર્ધામાં ડામોર સરલાબેન ધર્માભાઇ અને તરાલ જીતેન્દ્રકુમાર ભગાભાઈ,નિયમિત બાળ સ્પર્ધામાં ધોરણ -૧માં નવીન અને સન્ની ,ધોરણ-૨ માં વિક્રમ અને દિલીપ ,ધોરણ-૩ માં રાધાબેન ધોરણ-૪ માં જીતેન્દ્ર,ધોરણ-૫ માં વિશાલ,ધોરણ-૬ માં દિલીપ અને ધોરણ-૭ માં કિરણને,તેજસ્વી તારલાઓનું સન્માન,પ્રગતિશીલ ખેડૂત તરીકે ગામમાં ઉત્તમ ખેતી કરી સારું ઉત્પાદન મેળવેલ ખેડૂત ડાભી ઉદાભાઈ પાબુભાઈ અને તરાલ રેવાભાઈ નારાસાભાઈને ,નવીન જન્મેલ દિકરીઓ અને તેમના માતા-પિતાનું સન્માન,શાળા સિપાહી કામગીરીમાં શાળાના રજાના દિવસોમાં અને વેકેશન દરમ્યાન શાળાની તમામ પ્રકારની દેખરેખ રાખતા ગામના યુવાનો  ડાભી માલાભાઈ ઉદાભાઈ અને તરાલજગદીશભાઈ ભોળાભાઈને ,શાળા રક્ષક તરીકે બાળ સંસદના સભ્યોને ,અન્નપૂર્ણા બહેનોનું સન્માન,જાગૃત નારીનું સન્માનમાં એસ.એમ.સી.માં સક્રિય ૬ મહિલા સભ્યો ....ને સન્માનિત  કરી સમાજને શાળા સુધી લાવવા વિશેષ કાર્યક્રમ અને બાળકોને વિવિધ પ્રકારના ઇનામો શ્લોક ફાઉન્ડેશન-ગોતા દ્વારા આપવામાં આવેલ . બાળકો દ્વારા વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમોએ સૌને પ્રભાવિત કરી ઉલ્લાસમય રીતે ઉજવણી કરવામાં આવી.શાળાના સારસ્વત મિત્રોની નાવીન્યપૂર્ણ કામગીરીને સૌ એ આવકારી શાળા વિકાસ માટે સહયોગ આપવા સંકલ્પ લીધા હતા.આ ઉપરાંત શાળા પરિવાર દ્વારા કલા ઉત્સવ ,વિજ્ઞાન મેળા  અને ગામ લોકો અને વાલીઓનું સન્માન કરવા આર્થિક ફાળો આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.






સર્વ શિક્ષા અભિયાન, સાબરકાંઠા
·         નવતર પ્રયોગ રજુ કરનારનું નામ:- જોષી કદર્પ અને.
·         હોદૃો:- બી.આપી. સામાજીક વિજ્ઞાન
·         સંસ્થા:- બી.આર.સી. ભવન ખેડબ્રહમા
·         મો.નં:- ૯૯૭૮૫૯૬૮૧૬
·         શિર્ષક:- વિષયને રસપ્રદ બનાવે સામાજીક વિજ્ઞાન મંડળ  
·         નવતર પ્રવૃત્તિનું નામ :- સામાજીક વિજ્ઞાન મંડળ
·         લાભાર્થી         :- રાઘીવાડ કલસ્ટર
·         ૫રીણામ:- સામાજીક વિજ્ઞાન કોર્નર , વિશિષ્ટ દિવસની ઉજવણી વિષયને લગતી પ્રવૃત્તિઓ અસરકાર બની.
·
·         નવતર પ્રયોગનું વર્ણન:- ગણિત વિજ્ઞાન અને ભાષા મંડળની રચના શાળાકક્ષાએ થયેલ હોવાથી તેની પ્રવૃત્તિઓ શાળાઓમાં કરવામાં આવતી.   ૫રંતુ સામાજીક વિજ્ઞાન વિષયમાં આવુ કોઇ આયોજન કે માર્ગદર્શન ન હોવાના કારણે પ્રવૃત્તિઓ અમલમાં મુકવામાં આવતી ન હતી. આ કચાસને દુર કરવા રાઘીવાડ કલસ્ટરમાં તેનો પ્રયોગ અમલમાં મુકી સામાજીક વિજ્ઞાન વિષયના શિક્ષકોને  માર્ગદર્શન આપી. પ્રવૃત્તિઓ ચાલુ કરવામાં આવી. જેની પ્રેરણા ઓ.આઇ.સી. ટી.ટી. શ્રી શૈલેષ એન. વ્યાસ સાહેબ ઘ્વારા મળી હતી. અને આને અમલમાં મુકવા બી.આર.સી. કો-ઓ.શ્રી પિયુષ બી. જોષી એ આપેલ હતું.
·         નવતર પ્રવૃત્તિનું મુલ્યાંકન :- સામાજીક વિજ્ઞાન મંડળની રચના શાળાકક્ષાએ કરી પ્રવૃત્તિઓ કરવા માર્ગદર્શન આ૫વામાં આવ્યું. ત્યારબાદ પ્રત્યક્ષ મુલાકાત બાદ તેનું અવલોકન કરવામાં આવ્યું. આ ઉ૫રાંત શાળાકક્ષાએ થયેલ પ્રવૃત્તિઓ વોટસઅ૫ના માઘ્યમ ઘ્વારા તેનું સેરીંગ અને માર્ગદર્શન આ૫વા સોશીયલ સાયન્સ કલબ ગ્રૃપ ઘ્વારા વઘુ અસરકારક બનાવવામાં આવ્યું.    
    
      મુલ્યાંકન               
     લાભાર્થી જૂથ     
      સંખ્યા 
      ૫રીણામ       
       ર્પૂવ અવલોકન            અને    
     ઉત્તર અવલોકન
    રાઘીવાડ કલસ્ટર         
       ૪૦૦  
   પ્રારંભીક ૩૬.૬૭ %  ૫રીણામ ત્યારબાદ ચોકકસ પ્લાનીંગ સાથે કરવાથી ૮૦% પ્રવૃત્તિઓ ચોકકસ હેતુ સાથે કરવામાં આવી.

·         વર્તમાન સ્થિતિ:- શૈક્ષણિક વર્ષના પ્રારંભ બાદ અભ્યાસ ક્રમને આઘારે એકમ અનુરૂ૫ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેની પ્રેરણા ઘ્વારા તાલુકાની અન્ય પ્રાથમિક શાળાઓમાં સામાજીક વિજ્ઞાન મંડળની રચના કરવા શિક્ષકો પ્રેરાયા છે.
·         અમલીકરણ સંસ્થાનું નામ:- બી.આર.સી. ભવન ખેડબ્રહમા
·         નવતર પ્રવૃત્તિનો વિભાગ:- શાળા, વર્ગખંડ અને શાળા બહાર હાથ ઘરાયેલ નવતર પ્રવૃત્તિ
·         પાઠય પુસ્તક અને અભ્યાસ ક્રમના કઠીન મુદૃાઓને ઉકેલવા માટે શૈક્ષણિક પઘ્ઘિતઓ અને પ્રવૃત્તિઓના સંદર્ભે
·         શીખવા શીખવવા માટે , વિકાસ થયેલ સામગ્રી સંદર્ભે
·         બાળકોના અદ્યયયન નિરીક્ષણ અને વાલીઓની સહ ભાગીદારી સંદર્ભે

·         બાળકોના સર્વાંગી વિકાસ સંદર્ભે  






















































































No comments:

Post a Comment